લોડ થઈ રહ્યું છે...

ઝાલોદ દેશભક્તિના રંગે રંગાયું, વહીવટી તંત્રની ભવ્ય તિરંગા યાત્રા

ઝાલોદમાં વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ ઝાલોદ નગર દેશભક્તિના રંગે રંગાયું  “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નારાથી સમગ્ર ઝાલોદ ગુંજી ઉઠ્યું ઝાલોદ, તા. 14 ઓગસ્ટ 2026 — સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ઝાલોદ નગરમાં વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા. ઝાલોદના મુવાડા તિરંગા ચોકથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ યાત્રા સરદાર ચોક, વડબજાર, વહોરબજાર, ગીતામંદિર અને સ્વર્ણિમ સર્કલ થઈ ઝાલોદ APMC ખાતે પહોંચી હતી, જ્યાં યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.
યાત્રામાં દાહોદ APMCના અભિષેક મેડા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, શહેર પ્રમુખ મયુર પંચાલ, નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ, તાલુકા તથા જિલ્લા સભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નગરપાલિકા ચીફ ઓફિસર, ઝાલોદ પ્રાંત અધિકારી, મામલતદાર, DYSP, PI, PSI, આરોગ્ય અધિકારી, વન અધિકારી સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ભાજપના હોદ્દેદારો પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા. ઝાલોદ શહેરની વિવિધ શાળા-કોલેજોના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નારા ગુંજી ઉઠતા ઝાલોદ નગર દેશભક્તિના રંગે રંગાયું હતું. તિરંગા યાત્રા દરમિયાન નગરમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રાએ નગરજનોમાં દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી.