રામાનંદ પાર્ક, દાહોદ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
દાહોદ: શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ સંચાલિત રામાનંદ પાર્ક, દાહોદ ખાતે પરમ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી જગદીશદાસજી મહારાજના પાવન સાનિધ્યમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે દાહોદ જિલ્લા રાજપૂત સમાજના મહામંત્રી શ્રી અરવિંદસિંહ રાઠોડના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસેવાના સંકલ્પ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી.
કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રીમતી શ્રદ્ધાબેન ભડંગ, રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક શ્રી રીન્કેશ પ્રજાપતિ, રામાનંદ પાર્કના મીડિયા પ્રભારી ડૉ. નરેશભાઈ ચાવડા, શ્રીમતી વિભાબેન વૈષ્ણવ, શ્રી અમૃતભાઈ પ્રજાપતિ, શ્રી રમેશભાઈ પંચાલ, શ્રી ઉકારભાઈ પ્રજાપતિ સહિત ઓમ શાંતિ પરિવાર, રામાનંદ મહિલા મંડળ તથા રામાનંદ પાર્ક પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રીમતી શ્રદ્ધાબેન ભડંગ અને શ્રી રીન્કેશ પ્રજાપતિ દ્વારા સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ સ્વચ્છ, સુંદર અને વિકસિત ભારતના નિર્માણમાં સૌ નાગરિકો સક્રિય યોગદાન આપે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલ વચ્ચે યોજાયેલો આ કાર્યક્રમ સામાજિક એકતા, સ્વચ્છતા અને રાષ્ટ્રસેવાના સંકલ્પ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.