લોડ થઈ રહ્યું છે...

રતનમહાલમાં નલધા ધોધ થયો શરૂ, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

દાહોદ: ચોમાસાની શરૂઆત સાથે જ દાહોદ જિલ્લાના રતનમહાલ અભયારણ્યમાં કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું છે. ઉપરવાસમાં વરસેલા વરસાદના પગલે રતનમહાલનો નલધા ધોધ ફરી વહેતો થયો છે. પર્વતોના મુખમાંથી અમીધારા સ્વરૂપે વહેતા નલધા ધોધનું નયનરમ્ય દૃશ્ય સહેલાણીઓ અને પ્રકૃતિપ્રેમીઓને આકર્ષી રહ્યું છે. ધોધમાં પાણીની આવક શરૂ થતાં આસપાસનો સમગ્ર વિસ્તાર હરિયાળીથી છવાઈ ગયો છે.
ચોમાસાની ઋતુમાં રતનમહાલ અભયારણ્યનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. નલધા ધોધનો મનમોહક નજારો જોવા માટે પ્રકૃતિપ્રેમીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે ધોધનો વહેતો જળપ્રવાહ અને આસપાસની લીલીછમ વનરાજી રતનમહાલને જાણે કુદરતી સૌંદર્યના સ્વર્ગમાં પરિવર્તિત કરી રહી છે.