લોડ થઈ રહ્યું છે...

નવજીવન સાયન્સ કોલેજમાં NATS અને AEDP અંગે માર્ગદર્શન સેમિનાર

નવજીવન સાયન્સ કોલેજમાં NATS અને AEDP અંગે માર્ગદર્શન સેમિનાર
દાહોદ: નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ખાતે નેશનલ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સ્કીમ (NATS) અને Apprenticeship Embedded Degree Programme (AEDP) અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગના શ્રી પ્રકાશ કુમાર પાંડે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં શ્રી પાંડે દ્વારા વિદ્યાર્થીઓને NATS અને AEDP યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે ઉદ્યોગોમાં પ્રાયોગિક તાલીમ મેળવવાની તકો, સ્ટાઈપેન્ડ, કૌશલ્ય વિકાસ તેમજ રોજગારની તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત NATS 2.0 પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા અને યોજનાના વિવિધ લાભો વિશે પણ માહિતી આપવામાં આવી હતી. સેમિનારમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ પ્રશ્નો પૂછી તેના સંતોષકારક જવાબો મેળવ્યા હતા. વિદ્યાર્થીઓમાં ઉદ્યોગલક્ષી કૌશલ્ય વિકસાવવા અને તેમને રોજગારક્ષમ બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવું કાર્યક્રમનો મુખ્ય હેતુ રહ્યો હતો.
આ કાર્યક્રમ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. જી.જે. ખરાડીના માર્ગદર્શન હેઠળ તથા UDISHA પ્લેસમેન્ટ સેલના કોઓર્ડિનેટર ડૉ. વિશાલ આર. જૈનના આયોજન અને સંકલનથી સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમનું સંચાલન સના પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે કોલેજ પરિવાર દ્વારા મુખ્ય વક્તા શ્રી પ્રકાશ કુમાર પાંડેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર સેમિનાર વિદ્યાર્થીઓ માટે માહિતીસભર અને પ્રેરણાદાયી રહ્યો હતો.