લોડ થઈ રહ્યું છે...

ધાનપુર આરોગ્ય કેન્દ્ર અને ઝાયડસ હોસ્પિટલના ટી.બી. વિભાગની જિલ્લા આરોગ્ય ચેરમેન દ્વારા મુલાકાત

ધાનપુર આરોગ્ય કેન્દ્ર અને ઝાયડસ હોસ્પિટલના ટી.બી. વિભાગની જિલ્લા આરોગ્ય ચેરમેન દ્વારા મુલાકાત
ધાનપુર/દાહોદ: જિલ્લા આરોગ્ય ચેરમેન શ્રીમતી સુમનબેન મુકેશભાઈ ડામોરે ધાનપુર તાલુકા આરોગ્ય કેન્દ્ર તેમજ દાહોદ સ્થિત ઝાયડસ હોસ્પિટલના ટી.બી. વિભાગની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ધાનપુર તાલુકા આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન તેમણે દર્દીઓને મળતી સારવાર, દવાઓનો જથ્થો, આરોગ્ય કર્મચારીઓની કામગીરી અને સ્વચ્છતાની વ્યવસ્થાની માહિતી મેળવી હતી. દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર સારવાર મળે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. તેમજ આરોગ્ય કેન્દ્રમાં RO વોટરની સુવિધા ઉપલબ્ધ ન હોવા અંગે ધ્યાન દોરી જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ધાનપુર રેફરલ હોસ્પિટલ ખાતે નવી એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે પણ ચર્ચા કરી જરૂરી વ્યવસ્થા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ દાહોદની ઝાયડસ હોસ્પિટલના ટી.બી. વિભાગની મુલાકાત દરમિયાન ટી.બી.ના દર્દીઓની તપાસ, સારવાર અને દવાઓ અંગે તબીબો તથા આરોગ્ય કર્મચારીઓ પાસેથી માહિતી મેળવી હતી. ટી.બી.નું વહેલું નિદાન અને નિયમિત સારવાર થાય તે માટે વધુ અસરકારક કામગીરી કરવા ભાર મૂક્યો હતો.
ધાનપુર આરોગ્ય કેન્દ્ર અને ઝાયડસ હોસ્પિટલના ટી.બી. વિભાગની જિલ્લા આરોગ્ય ચેરમેન દ્વારા મુલાકાત - Image 2
જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે પણ ટી.બી. નિયંત્રણ અને સારવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ તથા દર્દીઓની સુરક્ષા માટે N-95 માસ્કની પૂરતી સુવિધા તેમજ જરૂરી તપાસ માટે પોર્ટેબલ એક્સ-રે મશીન ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરાઈ હતી. ટી.બી. મુક્ત દાહોદના નિર્માણ માટે ચાલી રહેલી કામગીરીને વધુ વેગ આપવા અને ગ્રામ્ય-શહેરી વિસ્તારોમાં ટી.બી. અંગે જનજાગૃતિ વધારવા આરોગ્ય વિભાગના કર્મચારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. મુલાકાત દરમિયાન ડૉ. ખન્ના સાહેબ, ધાનપુર તાલુકા હેલ્થ ઓફિસર સહિતના આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ઝાલોદ તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ સમસુભાઈ ડામોર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ધાનપુર આરોગ્ય કેન્દ્ર અને ઝાયડસ હોસ્પિટલના ટી.બી. વિભાગની જિલ્લા આરોગ્ય ચેરમેન દ્વારા મુલાકાત - Image 3
ધાનપુર આરોગ્ય કેન્દ્ર અને ઝાયડસ હોસ્પિટલના ટી.બી. વિભાગની જિલ્લા આરોગ્ય ચેરમેન દ્વારા મુલાકાત - Image 4