લોડ થઈ રહ્યું છે...

ઝાલોદ પોલીસે ઇન્ડિકા કારમાંથી રૂ. 2.98 લાખનો દારૂ ઝડપી પાડ્યો

ઝાલોદ પોલીસે ઇન્ડિકા કારમાંથી રૂ. 2.98 લાખનો દારૂ ઝડપી પાડ્યો
રૂ. 4.98 લાખનો મુદ્દામાલ કબજે, કારચાલક ફરાર; પોલીસે તપાસ હાથ ધરી ઝાલોદ | દાહોદ: ઝાલોદ પોલીસ દ્વારા દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તા. 9 સપ્ટેમ્બર, 2026ના રોજ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ઝાલોદ જૂની આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી એક સફેદ રંગની ટાટા ઇન્ડિકા કારને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, કાર નં. GJ-17-N-9378માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. તપાસ દરમિયાન કારમાંથી રૂ. 2,98,088 કિંમતનો પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે દારૂના પરિવહન માટે ઉપયોગમાં લેવાયેલી ઇન્ડિકા કાર, કિંમત રૂ. 2 લાખ, સહિત કુલ રૂ. 4,98,088નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઝાલોદ પોલીસે ઇન્ડિકા કારમાંથી રૂ. 2.98 લાખનો દારૂ ઝડપી પાડ્યો - Image 2
જોકે, કારચાલક આરોપી પોલીસના હાથે ઝડપાયો ન હતો અને તેનું નામ-ઠામ જાણવા મળ્યું નથી. આ અંગે ઝાલોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ કામગીરી ઝાલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ગામીતના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જેમાં એ.એચ.ઓ. અર્જુનભાઈ શકરાભાઈ, એ.એચ.ઓ. વિપુલભાઈ મગનાભાઈ, શૈલેષભાઈ કશનભાઈ તથા પો.કો. મહેશભાઈ પ્રતાપભાઈ સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. ઝાલોદ પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.