લોડ થઈ રહ્યું છે...

વરસાદી ઋતુને પગલે દાહોદ જિલ્લાના ઝાલોદમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં

વરસાદી ઋતુને પગલે દાહોદ જિલ્લાના ઝાલોદમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં
અર્બન હેલ્થ સેન્ટરની ટીમ, આશા વર્કરો અને વેક્ટર કન્ટ્રોલ ટીમ દ્વારા દવા છંટકાવ તથા સઘન સર્વે ઝાલોદ, તા. 12: વરસાદી ઋતુ દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કરો તથા વેક્ટર કન્ટ્રોલ ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વે, દવા છંટકાવ અને મચ્છર નિયંત્રણની કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદ બાદ વિવિધ સ્થળોએ પાણી ભરાવાના કારણે મચ્છરોના ઉપદ્રવની શક્યતા વધી જાય છે. જેને ધ્યાનમાં રાખીને વેક્ટર કન્ટ્રોલ ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં દવા છંટકાવ, લાર્વા સર્વે તેમજ લાર્વા નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઘર-ઘર મુલાકાત લઈ આરોગ્ય સર્વે
વરસાદી ઋતુને પગલે દાહોદ જિલ્લાના ઝાલોદમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં - Image 2
અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કરો દ્વારા ઘર-ઘર મુલાકાત લઈ સઘન સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વે દરમિયાન તાવ સહિતના રોગોના લક્ષણો ધરાવતા લોકોની માહિતી મેળવવામાં આવી રહી છે. સાથે જ શંકાસ્પદ કેસોમાં લોકોને જરૂરી આરોગ્ય સેવાઓ મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. નાગરિકોને તકેદારી રાખવા અપીલ આરોગ્ય વિભાગ દ્વારા નગરજનોને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. તેમજ પાણીના પાત્રોને ઢાંકીને રાખવા, પીવાનું પાણી સ્વચ્છ રાખવા અને મચ્છરોના ઉપદ્રવને અટકાવવા જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વરસાદી ઋતુ દરમિયાન રોગચાળો નિયંત્રણમાં રહે અને નગરજનોને સમયસર આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અર્બન હેલ્થ સેન્ટર, આશા વર્કરો અને વેક્ટર કન્ટ્રોલ ટીમની સંયુક્ત કામગીરીથી ઝાલોદ શહેરમાં રોગચાળા સામેની કામગીરીને વેગ મળ્યો છે.
વરસાદી ઋતુને પગલે દાહોદ જિલ્લાના ઝાલોદમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં - Image 3