લોડ થઈ રહ્યું છે...

ફતેપુરા તાલુકાના ડુંગર ગામ થી અંબાજી પગપાળા સંઘનો ભવ્ય પ્રારંભ

ફતેપુરા તાલુકાના ડુંગર ગામ થી અંબાજી પગપાળા સંઘનો ભવ્ય પ્રારંભ
ફતેપુરા તાલુકાના ડુંગર ગામેથી જય અંબે મિત્ર મંડળ સંઘ-૧ દ્વારા સતત નવમા વર્ષે ડુંગરથી અંબાજી ધામ સુધીના ભવ્ય પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ મા અંબેના જયઘોષ સાથે સંઘનો પ્રસ્થાન કરવામાં આવ્યો હતો. ડુંગર ગામેથી શરૂ થયેલો પગપાળા સંઘ ફતેપુરા બજારમાંથી પસાર થઈ અંબાજી ધામ તરફ જવા રવાના થયો હતો. સંઘમાં આશરે ૭૦થી ૭૫ માઈભક્તો ભારે ભક્તિભાવ અને ઉત્સાહ સાથે જોડાયા છે. સંઘના પ્રસ્થાન સમયે સમગ્ર વાતાવરણ ‘જય અંબે, જય માતાજી’ તેમજ ‘બોલ માડી અંબે... જય જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
ફતેપુરા તાલુકાના ડુંગર ગામ થી અંબાજી પગપાળા સંઘનો ભવ્ય પ્રારંભ - Image 2
આ પગપાળા સંઘ તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ અંબાજી ધામ પહોંચશે. ત્યારબાદ તા. ૨૨ સપ્ટેમ્બરના રોજ અગિયારસના પવિત્ર દિવસે અંબાજી ખાતે ધજા રોહણ કરી મા અંબેના દર્શન કરવામાં આવશે. પગપાળા સંઘનું સફળ આયોજન પારગી અશ્વિનભાઈ, પારગી વિજયકુમાર શંકરભાઈ, પારગી મહેન્દ્રભાઈ, પારગી અરવિંદભાઈ, પારગી નરપતભાઈ, પારગી પીન્ટુભાઈ, પારગી યજ્ઞેશભાઈ તથા પારગી રમેશ રતન સહિતના આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે.
ફતેપુરા તાલુકાના ડુંગર ગામ થી અંબાજી પગપાળા સંઘનો ભવ્ય પ્રારંભ - Image 3
ફતેપુરા તાલુકાના ડુંગર ગામ થી અંબાજી પગપાળા સંઘનો ભવ્ય પ્રારંભ - Image 4