લોડ થઈ રહ્યું છે...

લીમખેડા પોલીસની અનડીટેક્ટ મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલાયો સાગટાળા પોલીસે ચોરીની બાઈક સાથે 22 વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો

લીમખેડા પોલીસની અનડીટેક્ટ મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલાયો સાગટાળા પોલીસે ચોરીની બાઈક સાથે 22 વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ જિલ્લામાં તેમજ જિલ્લામાં બહારના મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત લીમખેડા વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મિતલ સાકરીયાના માર્ગદર્શન હેઠળ સાગટાળા પોલીસે લીમખેડા પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ મોટરસાઇકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. સાગટાળા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.વી. ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.ડી. લબાણા તથા પોલીસ સ્ટાફ વડભેટ ગામે વાહન ચેકિંગમાં હતા. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે એક શખ્સને શંકાસ્પદ મોટરસાઇકલ સાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસે મોટરસાઇકલ અંગે શખ્સની પૂછપરછ કરતાં તે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો તેમજ મોટરસાઇકલના માલિકીના જરૂરી દસ્તાવેજો પણ રજૂ કરી શક્યો નહોતો. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરતાં મોટરસાઇકલ લીમખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલી હોવાનું સામે આવ્યું હતું. સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ આ મોટરસાઇકલ લીમખેડા વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે કોસરભાઇ હકીમભાઇ કિરાડ (ઉં.વ. 22), રહે. ખરખાલી, કોટવાળ ફળિયું, તા. કઠીવાડા, જી. અલીરાજપુર (મ.પ્ર.)ને ઝડપી પાડી ચોરીની મોટરસાઇકલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.