લોડ થઈ રહ્યું છે...

વિકસિત ભારત 2047 અંતર્ગત 131 લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોરની અધ્યક્ષતામાં સિંગવડ તાલુકા કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા બી.આર.સી.ભવન સિંગવડ ખાતે યોજાઈ*

વિકસિત ભારત  2047 અંતર્ગત 131 લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોરની અધ્યક્ષતામાં સિંગવડ તાલુકા કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા બી.આર.સી.ભવન સિંગવડ ખાતે યોજાઈ*
ભારત સરકારના વિકસિત ભારત 2047 ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રનિર્માણની ભાવના, સર્જનાત્મકતા અને અભિવ્યક્તિ કૌશલ્ય વિકસે તે હેતુથી સિંગવડ તાલુકા કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માનનીય 131-લીમખેડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં વાલાગોટા જિલ્લા પંચયત સદસ્ય અરવિંદભાઇ પટેલ, જિલ્લા ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઇ પટેલ, તાલુકા પ્રમુખ મહેશભાઇ બારીઆ, મહામંત્રી શૈલેષભાઇ ભુરીયા, મહામંત્રી મુકુન્દભાઇ મછાર, પૂર્વ તાલુકા સભ્ય સુરેશભાઇ ચૌહાણ, સીંગવડ ગ્રામ પંચાયત સરપંચ લખીબેન, તાલુકા શિક્ષણાધિકારી દિનેશભાઇ, બી.આર.સી.કો.ઓ. સામજીભાઇ, ઘટકસંઘના પ્રમુખ ગોપાલભાઇ, શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ પીયુષભાઇ, ઘટક સંઘના મહામંત્રી પ્રકાશભાઇ, શૈક્ષિક મહસંઘના મહામંત્રી પંકજભાઇ, સંગઠન મંત્રી ગૌરવભાઇ, બી.આર.સી.ભવનની સમગ્ર ટીમ, તથા બહોળી સંખ્યામાં શિક્ષકો, અને ક્લસ્ટર કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર બાળકો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાની વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ “વિકસિત ભારત 2047”ના વિવિધ પાસાઓને ચિત્રો અને વક્તૃત્વ દ્વારા સુંદર રીતે રજૂ કર્યા હતા. ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ આત્મનિર્ભર ભારત, સ્વચ્છ અને હરિત ભારત, આધુનિક ટેકનોલોજી, શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ તથા રાષ્ટ્રની પ્રગતિ જેવા વિષયો પર પોતાની સર્જનાત્મકતા દર્શાવી હતી. જ્યારે વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિ, વિકસિત ભારત, શિક્ષણ, વિજ્ઞાન-ટેકનોલોજી, મેક ઇન ઇન્ડીયા જેવા મુદ્દાઓ પર અસરકારક વિચારો રજૂ કર્યા હતા.
પ્રસંગે ધારાસભ્યશ્રી શૈલેષભાઈ ભાભોરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે આજના વિદ્યાર્થીઓ આવતીકાલના વિકસિત ભારતના ઘડવૈયા છે. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સર્જનાત્મક અને રાષ્ટ્રહિતની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા પ્રેરણા આપી હતી. સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ નોંધપાત્ર રહ્યો હતો. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ધારાસભ્ય તથા ઉપસ્થિત તમામ મહેમાનો દ્વારા પ્રમાણપત્ર તથા પ્રોત્સાહક ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શિક્ષકો, આયોજકો અને વિદ્યાર્થીઓના સહકારથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.