લોડ થઈ રહ્યું છે...

દેવગઢ બારિયામાં Y.S. Arts અને K.S. Shah Commerce College ખાતે વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો

દેવગઢ બારિયામાં Y.S. Arts અને K.S. Shah Commerce College ખાતે વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો
દેવગઢ બારિયા,૧૦ ઓગસ્ટ: Y.S. Arts અને K.S. Shah Commerce College, દેવગઢ બારિયા ખાતે વિદ્યાર્થીઓમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એમ. એન. ગોહિલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાંથી ઉપસ્થિત દીદી સુમિતાબેન, કૃષ્ણાબેન તથા ધર્મેન્દ્રભાઈએ વિદ્યાર્થીઓને વ્યસનથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન તમાકુ, ગુટખા, દારૂ સહિતના વિવિધ હાનિકારક વ્યસનોથી દૂર રહેવા તેમજ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના આશરે 500 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે કોલેજના ડૉ. એસ. બી. પટેલે વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવાનો સંકલ્પ કરાવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં વ્યસનના દૂષણો અંગે જાગૃતિ લાવી તેમને સ્વસ્થ અને જવાબદાર જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. પૂજાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ડૉ. અનિતાબેન પટેલે આભારવિધિ કરી હતી. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. પ્રતિનિધિ : દર્શન સુતરીયા દેવગઢ બારિયા