લોડ થઈ રહ્યું છે...

રાજુલામાં રાષ્ટ્રભક્તિનો રંગ, ભાજપની ભવ્ય તિરંગા યાત્રા

રાજુલા: રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે રાજુલા શહેરમાં ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આંબેડકર સર્કલથી શરૂ થયેલી તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નગરપાલિકા કચેરી ખાતે પૂર્ણ થઈ હતી. તિરંગા યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ના નારા ગુંજી ઉઠતા રાજુલા શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
આ તિરંગા યાત્રામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપરાંત DYSP નયના ગોરડિયા, પોલીસ ઈન્સ્પેક્ટર સહિત પોલીસ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. તિરંગા યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયો હતો. યાત્રા નગરપાલિકા કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.