લોડ થઈ રહ્યું છે...

મીડિયા અહેવાલ બાદ ખેડૂતોને રાહત, મોડી રાત સુધી ખાતરનું વિતરણ

દેવગઢ બારિયા: તાલુકામાં ખાતરની અછતને કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ખાતર મેળવવા માટે ખેડૂતોને લાંબી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી રહી હતી. ખેડૂતોની સમસ્યા અંગે મીડિયા દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. સરકારી ડેપો ખાતે મોડી રાત સુધી ખેડૂતોને ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાંબા સમય બાદ ખાતર મળતાં ખેડૂતોમાં રાહત જોવા મળી હતી. ખાતર મળતા ખેડૂતોના ચહેરા પર સંતોષ જોવા મળ્યો હતો. ખેડૂતોની સમસ્યાનો મુદ્દો મીડિયા દ્વારા ઉઠાવવામાં આવતા તંત્ર સુધી તેમની રજૂઆત પહોંચવામાં મદદ મળી હોવાનું ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે.
ખેડૂતોના હિતમાં ઉઠાવવામાં આવેલા અવાજ બાદ ખાતર વિતરણની કામગીરી તેજ બનતાં ખેડૂતોને રાહત મળી છે. રિપોર્ટર દર્શન સુતરીયા | દેવગઢ બારિયા